સોનાના દાગીના ની ચોરીના આરોપીને મુદામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે.ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ ભુજનાઓ દ્વારા મિલકત સંબંધી બનાવો ન બને તે માટે તકેદારી રાખવા તેમજ અન ડીટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સારૂ જરૂરી સૂચના આપેલ હોય.
જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના એ પાર્ટ ગુ.ર.નં.૩૨૮/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), મુજબનો ગુનો તા.૩૧/૦૩/૨૦૨૬ ના રોજ દાખલ થયેલ જે અનવ્યે પો.ઇન્સ. ડી.ડી.શિમ્પી સાહેબ તથા પો.સબ ઈન્સ એમ. એચ પટેલ સાહેબ દ્વારા ગુનો આચરનાર આરોપી તથા ચોરી થયેલ મુદ્દામાલ શોધી કાઢવા સર્વેલન્સ ટીમને જરૂરી માર્ગદર્શન આપેલ જે અનવ્યે સર્વલન્સ ટીમ દ્વારા તાત્કાલિક બનાવ બાબતે વર્કઆઉટ કરી સર્વલન્સ ઇન્ચાર્જ અરવિંદભાઈ ડી.વણકર દ્વારા રેલ્વે પોલીસ ગાંધીધામ નો સંપર્ક કરી જરૂરી માહિતી પુરી પો.હેડ કોન્સ લાલજીભાઈ એલ.મકવાણા તથા પો.હેડ કોન્સ. નરેન્દ્રસિંહ પી. જાડેજા તથા પો.કોન્સ નાનુભાઈ જે. કરમટા નાઓને સંયુક્ત રીતે રેલ્વે પોલીસ ગાંધીધામ પી ઈન્સ પી.આર.સોલંકી સાહેબની ટીમ સાથે ગુનાને અંજામ આપનાર આરોપીને ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી આરોપીને મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવેલ છે. અને આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
- પકડાયેલ આરોપીનું નામ સરનામુ
બાદશાહઅલી ઈંદ્રીશઅલી શેખ રહે રામપુરા નાગોરીવાડા સુરત મુળ રહે. મોબારકપાડા તા.હરલ જી.હુગલી 2
પશ્ચિમ બંગાળ
સુરક્ષા
સોનાના અલગ અલગ દાગીના જેનો વજન ૧૯૦,૮૫ ગ્રામ જેની કિ.રૂ.૨૭,૮૨,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
આ સફળ કામગીરી પો.ઇન્સ. ડી.ડી.શિમ્પી સાહેબ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા રેલ્વે પોલીસ ગાંધીધામ પો.ઈન્સ પી.આર સોલંકી તથા પો.સબ.ઈન્સ એમ.એચ પટેલ ભુજ બી ડિવી.પો.સ્ટે નાઓના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ અરવિંદભાઇ ડી.વણકર, તથા લાલજીભાઈ મકવાણા તથા નરેન્દ્રસિંહ પી.જાડેજા તથા મહાવિરસિંહ પી.જાડેજા તથા પો.કોન્સ. નાનુભાઈ જે. કરમટા તથા શ્યામ વિશ્રામ ગઢવી એ રીતેના શામળાભાઈ ગઢવી તથા અમરદીપસીંહ રાણા રેલ્વે પોલીસ ગાંધીધામ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.