ભુજ શહેર એ-ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ કાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, નવીનકુમાર જોષી, ધર્મેદ્રભાઇ રાવલ, તથા જીવરાજભાઇ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં આધુનીક ઈન્વેસ્ટીગેશન કીટ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યારન ફરતા ફરતા ગાયત્રી મંદીર પાસે આવતા રણજીતસિંહ જાડેજા તથા નવીનકુમાર જોષી નાઓને સંયુક્ત અને ખાનગી રાહે સચોટ બાતમી હકીકત મળેલ કે,”અમુક પુરુષ ઇસમો ધનજી દેવજી જેપાર રહે. હનુમાનજી મંદીરની બાજુમાં, જુની રાવલવાડી, ભુજ વાળાના રહેણાંક મકાનના આંગણામાં જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે તીનપત્તીનો રૂપીયાની હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલે જુગાર રમવાનું ચાલુમા છે. જેથી પોલીસ સ્ટાફના માણસી. દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમોને ગંજીપાના વડે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.
: આરોપીઓ :-
- ધનજી દેવજી જેપાર ઉ.વ. ૪૩ રહે. હનુમાનજી મંદીરની બાજુમાં, જુની રાવલવાડી, ભુજ
- હરીભાઇ ખીમજીભાઇ હારૂ (મહેશ્વરી) ઉ.વ. ૫૪ રહે. રામદેવપીર મંદીરની બાજુમાં, જુની રાવલવાડી, ભુજ
- વાલજીભાઇ પચાણભાઇ નીંઝાર ઉ.વ. ૪૩ રહે. રામપર વેકરા, મફતનગર, તા. ભુજ
- જુસબ રહેમતુલ્લા ત્રાયા ઉ.વ. ૪૯ રહે., કમાગુના બસ સ્ટેશનની પાછળ તા.ભુજ
- રાજા તેજા રોલા ઉ.વ. ૫૦ રહે. વણકર વાસ, જુની રાવલવાડી તા.ભુજ
- મુળજી ધનજી મતીયા ઉ.વ. ૬૧ રહે. વોરા ફળીયાની બાજુમા, દેવળીયુ ફળીયુ. ભુજ
- કબ્જે કરેલ મુદામાલ (કલ્લે મુદ્દામાલ કિં.રૂ. ૨૮,૮૦૦/-)
- રોકડા રૂપીયા – ૧૭,૩૦૦/-
- ગંજીપાના નંગ-પર, કિ.રૂ.૦૦/-
- મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂ.૧૧,૫૦૦/-
એમ કુલ્લે કિ.રૂ. ૨૮,૮૦૦/- ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો વિરૂધ્ધ ભુજ શહેર એ-ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૩૫૪/૨૦૨૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.