ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા જળશક્તિ અભિયાન હેઠળ દેશમાં તીવ્ર જળસંકટ વેઠતાં જિલ્લાઓમાં ગુજરાતમાંથી પસંદ કરાયેલા ચાર જિલ્લામાં કચ્છની પસંદગી કરવામાં આવી છે, ત્યારે કચ્છમાં ૧લી જૂલાઇ, ૨૦૧૯થી શરૂ કરી દેવાયેલા જળશક્તિ અભિયાનની કામગીરીના નિરીક્ષણ, માર્ગદર્શન માટે આજે ભારત સરકારના ખેતી, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના ડાયરેકટર((-5) શ્રી પંકજ ત્યાગી આજે કચ્છની મૂલાકાત આવી ભુજ ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં તંત્રના અમલીકરણ અધિકારીઓ સાથે પખવાડિયામાં થયેલ કામોની સમીક્ષા સહિત કચ્છમાં જળશક્તિ અભિયાન અંતર્ગત થનાર સમગ્ર કામગીરીના આયોજનની વિગતો મેળવી માર્ગદર્શન આપ્યું હતું.ભુજ ખાતે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આયોજિત બેઠકમાં ભારત સરકારના ખેતી, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના ડાયરેકટર((ર-5) શ્રી પંકજ ત્યાગીએ ખાસ કરીને સામાજીક વનીકરણ ક્ષેત્રે વધુ કામગીરી કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકી કચ્છમાં જળશક્તિ અભિયાન અંતર્ગત જળસંગ્રહ શક્તિ વધારીએ છીએ ત્યારે વરસાદ લાવતાં સામાજીક વનીકરણ અને તેમાંયે વૃક્ષોને ઉછેરવા માટે ટેન્કરથી અપાતાં પાણી સામે ડ્રોપ ઇરીગેશન થાય તેવું સૂચન પણ કર્યું હતું.શ્રી ત્યાગીએ આજે કચ્છના કબરાઉ ગામે સ્થાનિક મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયેલા ડ્રીપ ફોરેસ્ટ્રીનું કામ સારો સંદેશ આપતો હોવાનું જણાવી વન વિભાગને પણ સામાજીક વનીકરણક્ષેત્રે વધુને વધુ ડ્ડીપ ઇરીગેશન પધ્ધતિનું અમલીકરણ કરવાની દિશા નિર્દેશો આપ્યાં હતા. તેમણે જળશક્તિ અભિયાન અંતર્ગત પસંદ કરાયેલા કામોને કેવી રીતે પસંદ કરાય છે, તે સહિતની વિગતો મેળવી જળસંગ્રહ માટેની ફીઝીબીલીટી, કેચમેન્ટ એરીયાની ચકાસણી વગેરે બાબતે પણ ભાર મૂકી અમલીકરણ અધિકારીઓને કામગીરીનું નિર્ધારણ કરી જળશક્તિ અભિયાનમાં લોકોની ભાગીદારી વધારવા ઉપર પણ ભાર મૂકયો હતો.જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને સમગ્ર કચ્છ જિલ્લામાં ૧લી જૂલાઇથી જળશક્તિ અભિયાન અંતર્ગત શરૂ કરી દેવાયેલ કાર્યો ઉપર પ્રકાશ પાડતાં કચ્છમાં ઘાસચારા વિકાસ અને ગ્રાસ લેન્ડ ડેવલપમેન્ટ ઉપરાંત ડીસ્ટ્રીકટ મિનરલ ફંડ સહિત સોસાયટી વિસ્તારોને દત્તક લઇ કરાઇ રહેલા જળસંગ્રહના કાર્યો પણ કરાઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોષી અને ડીઆરડીએના નિયામક એમ.કે.જોષીએ પણ શ્રી ત્યાગીને કચ્છમાં વરસાદી પાણીના સંગ્રહના કાર્યો સહિત કચ્છમાં મનરેગા યોજના અંતર્ગત તાલુકાવાર કરાઇ રહેલા ચેકડેમ સહિતના કામોનો પ્રેઝન્ટેશનના માધ્યમથી ચિતાર આપ્યો હતો.પાણી પૂરવઠા બોર્ડના અધિક્ષક ઇજનેરશ્રી એલ.જે.ફફલે કચ્છમાં સ્થપાનારા બે ડીસેલીનેશન પ્લાન્ટની વિગતોની સાથે જળશક્તિ અભિયાન અંતર્ગત પાણી પૂરવઠા વિભાગ અને વાસ્મોના શ્રી ડી.સી.કટારિયાએ વાસ્મો દ્વારા સમગ્ર આયોજનની સાથે હાથ ધરાયેલ કાર્યોનું પ્રેઝન્ટેશન દ્વારા નિરૂપણ કર્યું હતું.