સવિનય જણાવવાનું કે ભુજ તાલુકા ના કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરશન હાલાઇ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇન્સ્ટીટ્યુટ ખાતે ૧૫ જુલાઇ ૨૦૧૯ સોમવાર ના રોજ બી.એસ.સી., ડીગ્રી અને ડીપ્લોમાં એન્જીનીયરીંગ ના પહેલા વર્ષમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત વિદ્યાર્થી દીઠ એક છોડ આપી કરવામાં આવેલ,તથા કોલેજકાળ માં તેનો ઉછેર તથા માવજતકરવા દરેક વિદ્યાર્થીઓ એ શપથ લીધા હતા. કરછ જેવા પ્રદેશમાં દિવસો દિવસ તાપમાન જયારે વધી રહ્યું છે અને વરસાદ પણ ખુબ ઓછો થાય છે ત્યારે પર્યાવરણ જાળવણી માટે જરૂરી એવા આ કાર્યકમમાં સંસ્થા ના ચેરમન શ્રી જગદીશભાઈ હાલાઈ એપોતાનો સમય ફાળવી આજના સમયમાં પર્યાવરણની માવજત કેટલી જરૂરી છે તેનો સંદેશ આપ્યો હતો.એચ. જે.ડી. સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. વિવેક ગુજરાતી એ ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યા તરફ વિદ્યાર્થીઓનું ધ્યાન દોરી તેને રોકવાના પ્રયત્નો માં ભાગીદાર થવા સૌને જણાવેલ. આ કાર્યક્રમ માં સંસ્થા ના કોર્ડીનેટર શ્રીમતી રસીલા હિરાણી એ કોલેજમાં પ્રવેશ લેતા નવા વિદ્યાર્થીઓને કોલેજ કક્ષા એ ચાલતી અનેક પ્રવૃતિઓ થી અવગત કાર્ય હતા તથા વિદ્યાર્થીઓને નવી શરૂઆત માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા. આ કાર્યક્રમ માં એચ. જે.ડી. પ્રાથમિક સ્કુલ ના પ્રિન્સિપાલ દીપા નાયર, એચ.જે.ડી. માધ્યમિક સ્કુલના પ્રિન્સિપાલ પંકજ સોરઠીયા ની સાથે એચ.જે.ડી. સ્કૂલ તથા કોલેજ ના અધ્યાપકો હાજર રહ્યા હતા.