ભુજ મુંદરા માર્ગના નવિનીકરણ માટેનું કામ ચાલી રહ્યું છે, પરંતુ બળદિયા ગામમાં ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહે છે.એક સાથે બે વાહન પણ પસાર થઈ શકે તેવી જગ્યા નથી, ત્યારે બળદીયા ગામમાં જ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની કાર પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી અને પોતે કારમાંથી નીચે ઉતરીને ટ્રાફિક સમસ્યાને નિહાળી હતી. તેમની સાથે પાયલોટીંગમાં રહેલા પોલીસ જવાનોએ ટ્રાફિક હટાવવાના પ્રથાસો કર્યા હતા.બે એસટી બસ અને ટેમ્પો સામસામે આવી જતા ૧૫ થી ૨૦ મિનિટ સુધી રાજ્યમંત્રી વાસણભાઈ આહિરને બળદિયામાં ટ્રાફિક સમસ્યાના કારણે રોકાવવું પડ્યું હતુ, ત્યારે હવે બળદિયામાં ટ્રાફિકની સમસ્યા અંગે તાત્કાલિક નિરાકરણ આવે અને રાજ્યમંત્રી જ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરે તો આ ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મુક્તિ મળી શકે તેમ છે.