મુન્દ્રા તાલુકાના અદાણી ફાઉન્ડેશન દ્વારા તાલુકાની ૧૭ પ્રાથમિક શાળાઓમાં ચાલતા ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુરુ શિષ્યની ૯ મહત્વપૂર્ણ જોડી વિષે ઉત્થાન શિક્ષકો દ્વારા શાળાઓમાં મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.જેમાં ગુરુ શિષ્યની જોડી દ્વારા આપણી સંસ્કૃતિ અને ધર્મને ટકાવી રાખવામાં ગુરુઓએ જે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. એ બાબતને ઉજાગર કરવામાં આવી હતી. આ જગવિખ્યાત જોડીમાં ધૌમ્ય-અરુણી, ચાણક્ય- ચંદ્રગુપ્ત, સ્વામી હરિદાસ- તાનસેન, સમર્થ હરિદાસ- શિવાજી મહારાજ, ગોપાલકૃષ્ણ ગોખલે- મહાત્મા ગાંધી, રામકૃષ્ણ પરમહંસ- સ્વામી વિવેકાનંદ, જી.એચ.હાર્ડી- શ્રી નિવાસ રામાનુજ, રમાકાંત આચરેકર- સચિન તેંદુલકર, શ્રી નિવાસ કાલે- શંકર મહાદેવનનો સમાવેશ થાય છે. આ પ્રકારે ૧૭ ઉત્થાન સહાયક વડે મુન્દ્રા તાલુકાની ૧૭ શાળાઓના ૨૫૦૦ જેટલા બાળકો સુધી ગુરુની મહિમા અભિમુખ કરવામાં આવી હતી. આ ઉપરાંત શાળાઓમાં ગુરુ મહિમા ઉપર વક્તવ્ય તેમજ વિધાર્થીઓએ પોતાના શિક્ષકો માટે થેંક્યું કાર્ડ બનાવી કૃતજ્ઞતા દર્શાવી હતી.