રાજ્યમંત્રીના ગામ રતનાલમાં છાત્રોએ કર્યું આંદોલન એસટી બસોના ચક્કા જામ

વાસણભાઇ આહીરના ગામ રતનાલમાં આજે સવારે છાત્રો દ્વારા કરાયેલા આંદોલને એસટઢી બસોના પ્રવાસીઓને તેમજ વાહનચાલકોને ચિંતામાં મૂકી દીધા હતા જોકે, છાત્રોનું આ આંદોલન શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને અહિસક હતું થયું એવું કે, આજે સવારથી જ છાત્રોએ રતનાલ ગામમાંથી પસાર થતી ભુજ અને અંજાર-ગાંધીધામ એ બન્ને તરફની એસટી બસોને રોકી દીધી હતી આ છાત્રોનો વિરોધ ભલે અહિંસક અને સંયમપૂર્ણ હતો પણ, એકાએક એસટી બસોના ચક્કા જામ કરી દેવાતા એક તબક્કે તો ૨૫ થીયે વધુ બસો રતનાલમાં ઉભી રહી ગઈ હતી પરિણામે બસમાં બેઠેલા અને ભુજ તરફ તરફ આવતા અને ભુજ થી જતાં બન્ને તરફના પ્રવાસીઓ ચિંતામાં મુકાઈ ગયા હતા વળી, છાત્રોનો આ ચક્કા જામના આંદોલનનો વિરોધ માત્ર એસટી બસો પૂરતો જ મર્યાદિત હતો પણ, તેના કારણે વતે ઓછે અંશે અન્ય વાહનચાલકો પણ પરેશાન થયા હતા તો,દરરોજ અપડાઉન કરતા નોકરિયાતો તેમજ બહારગામથી ભુજ તરફ આવતા પ્રવાસીઓ પણ પરેશાન થયા હતા ભણવા માટે થતી હેરાનગતિએ છાત્રોને કર્યા મજબુર રાજયમંત્રી વાસણભાઇ આહીરના ગામ રતનાલમાં છાત્રોએ એસટી બસોના કરેલા ચક્કા જામનું કારણ દરરોજ ભણવા માટે ભુજ અથવા અંજાર ગાંધીધામ તરફ જવા માટેની મુશ્કેલી !! સ્કૂલ કોલેજ જવા આવવા માટે દરરોજના સવારના સમયે ૬૦ થી વધુ છાત્રોને મુશ્કેલી પડે છે સવારના સમયે મોટાભાગની એક્સપ્રેસ એસટી બસો હોઈ તેમનુ અહીં રતનાલ ગામે સ્ટોપેજ ન હોઈ છાત્રો માટે દરરોજ ભણવા જવા મુશ્કેલી સર્જાય છે તો, નક્કી કરેલી બસો પણ રતનાલ ઉભતી નથી એટલે ચક્કાજામ સાથે છાત્રોએ રતનાલ ગામમાંથી પસાર થતી દરેક એસટી બસોને સ્ટોપેજ આપવાની માંગ કરી હતી જોકે, ચક્કાજામ આંદોલન એસટી ડેપો મેનેજર દ્વારા મળેલ વિચારણાની ખાત્રી અને સમજાવટને અંતે એક કલાક માં જ સમેટાઈ ગયું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *