નારાયણ સરોવરના ગ્રામજનોએ પોતાના વેપાર ધંધા બંધ રાખી પોલીસના દમનનો નોંધાવ્યો વિરોધ

0
827d6269ea95decd4599938681c6e9d0

કચ્છના લખપત તાલુકાના નારાયણ સરોવરમાં પોલીસે બે યુવાનોને ફટકારતા ગ્રામજનો ખફા થયા હતા જેને લઈને આજે નારાયણ સરોવર-કોટેશ્વરમાં બંધનું એલાન અપાયું હતું. ગ્રામજનોએ સજ્જડ બંધ પાળ્યો હતો.અંગત અદાવતે પોલીસ કર્મચારીઓએ નારાયણ સરોવર સ્ટેશનમાં બોલાવી બે યુવકોને ફટકાર્યા હતા.ગ્રામજનોએ પોતાના વેપાર ધંધા બંધ રાખી પોલીસના દમનનો વિરોધ નોંધાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, નારાયણ સરોવર અને કોટેશ્વરએ પવિત્ર યાત્રાધામ છે. અહીં દૈનિક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે બંધ થકી શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *