વાહન ચેંકિગ દરમ્યાન પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ
શ્રી પોલીસ મહનિરીક્ષકશ્રી ડી.બી.વાઘેલા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પરીક્ષીતા રાઠોડ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં પ્રોહીબીશનની બદી નેસ્ત-નાબુદ કરવા આપેલ સુચનો અન્વયે શ્રી નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ નાઓની સુચના અન્વયે આજરોજ પો.અધિશ્રી દ્વારા ક.૧૯/૩૦ થી ર૧/૩૦ સુધી વાહન ચેંકિગની ડ્રાઇવ આપેલ હોઇ જે દરમ્યાન આડેસર હાઇવે ઓવરબ્રીઝ નીચે વાહન ચેંકિગમાં હતા દરમ્યાન એમ.એમ. વાઢેર પો.સબ.ઇન્સપેક્ટર આડેસર પો.સ્ટે. નાઓને ખાનગી રાહે અલ્ટૉ કારમા એક ઇસમ ઇગ્લીશ દારૂ ભરીને આવતો હોવાની બાતમી મળતા સાથેના સ્ટાફના માણસો સાથે ગાડી રોકી તપાસ કરતા પેટી ૧૮ ક્વાટરીયા નંગ- ૮૬૪ કિમંત રૂ. ૮૬,૪૦૦/- નો ઇગ્લીશ દારૂ મળી આવેલ તેમજ અલ્ટૉ કાર કિમંત ર,૫૦૦૦૦/- મળી આવતા કુલ કિમંત ૩,૩૬,૪૦૦/- નો મુદ્દામાલ આરોપી સાથે પકડી પાડી પ્રોહી એક્ટ કલમ ૬પએ,ઇ ૧૧૬ બી,૯૮(ર) મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
મુદામાલ વિગતઃ-(૧) ઇગ્લીશ દારૂના કેઝી રોમીયો વ્હીસ્કીના ૧૮૦ એમ.એલના કવકટરીયા નંગ- ૮૬૪ કિમંત રૂપિયા ૮૬,૪૦૦/-
(૨) અલ્ટો કાર નંબર 01-12-004-7370 વાળી કિમંત રૂ ર૫૦,૦૦૦/-મળી કુલે મુદ્દામાલ કિ.રૂ. ૩,૩૬,૪૦૦/-
આરોપીની વિગતઃ- જયેશ પોપટભાઇ ચાવડા (કોલી) ઉ.વ. ૧૯ રહે મુળ રહે ધોળાવીરા હાલે ફતેગઢ તા-રાપર આ કામગીરીમાં આડેસર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એમ.એમ વાઢેર તથા પો.હેડ.કૉન્સ રાજેશભાઇ પરમાર, પો.હેડ.કોન્સ ડૂંગરભારથી ગૌસ્વામી ,પો.કોન્સ દીલીપભાઇ પરમાર, મહેશભાઇ પટેલ,રાજેશભાઇ રાઠોડ, વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા .