જી.કે.માં સ્વરપેટીનાં લકવાનું કચ્છમાં પ્રથમ વખત સફળ ઓપરેશન

ભુજ તા., જી.કે.જનરલ હોસ્પિટલમાં કાન,નાક અને ગળાના(ENT) વિભાગ દ્વારા કચ્છમાં પ્રથમવખત સ્વરપેટીનો લકવો દુર કરવા શસ્ત્રક્રિયા ( Medialisation Thyroplasty) કરી ભુજનાં યુવાનનો સ્વરપેટીના લકવાને કારણે બેસી ગયેલો અવાજ પુન; પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યો હતો. ભુજના ૩૫ વર્ષીય કપિલ આહિરનો અવાજ છેલ્લા દોઢ વર્ષથી બેસી ગયો હોવાથી હોસ્પિટલનો સંપર્ક સાધતા ENT વિભાગના હેડ અને અધિક મેડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીએ પ્રાથમિક તપાસમાં તેમજ C.T.SCAN અને એક્સ-રે મારફતે એ યુવાનની ડાબી બાજુએ ગળાની સ્વરપેટી કામ નહિ કરતી હોવાનું નિદાન કર્યું હતું. વળી એ યુવાનનું મોઢું અકસ્માતને કારણે ખુલતું ન હોવાથી દૂરબીનથી નાક મારફતે સ્વરપેટીના લકવાનું તારણ કાઢવામાં આવ્યું હતું. સ્વરપેટીનાં લકવામાં દર્દીનો અવાજ બદલાઈ જાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ક્યારેક ભોજનનો કોળીયો ફેફસાં કે શ્વાસનળીમાં જાય તો ફેફસાંનો ચેપ થઇ શકે છે. આ પરિસ્થિતિ ટાળવા ઈ.એન.ટી. વિભાગ દ્વારા Medialisation Thyroplasty શસ્ત્રક્રિયા કરવાનું નક્કી કર્યું. જેમાં દર્દીની સ્વરપેટી ખોલી તેમાં Silicon implantની મદદથી સ્વરપેટીને અંદરની તરફ ધકેલવામાં આવે છે. આથી, બંને બાજુની સ્વરપેટી સમાંતર થઇ જતા અવાજમાં સુધારો થાય છે. આ શસ્ત્રક્રિયામાં ડો. હિરાણી સાથે આસી. પ્રોફે. ડો. રશ્મી સોરઠીયા અને રેસી.ડો. ભૂમિ ભાદેસીયા જોડાયા હતા. સ્વરપેટીનો લકવા થવાના અનેક કારણો પૈકી મગજની ગાંઠ, પોલીયો, ટી.બી., મગજના હાડકાનું ફ્રેકચર તેમજ સ્વરપેટી શ્વાસનળી અન્નનળી અને ફેફસાના કેન્સરમાં પણ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *