મોરબી એલસીબીએ બે શખ્સોને પિસ્તોલ અને તમંચા સાથે ઝડપી પાડયા છે. આ બન્ને શખ્સોની પૂછપરછ કરતા તેઓએ પોતાના મામાની હત્યાનો બદલો લેવા માટે આ હથિયાર ખરીદ્યા હોવાની કબૂલાત આપી છે. બન્ને શખ્સો મામાની હત્યા કરનાર જ્યારે કોર્ટની મુદતે આવે ત્યારે તેની ઉપર કોર્ટમાં જ ફયરિંગ કરવાની ફ્રિાકમાં હતા.પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ રવીરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફ્ે મચ્છીપીઠ નાકા પાસેથી અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા રહે. મોરબી વાવડી રોડ સોમૈયા સોસાયટી અને દિગપાલસિંહ ઉફ્ર્ે દિગ્વિજયસિંહ ગિરિરાજસિંહ ગોહિલ રહે.મોરબી પીપળી રોડ, ગજાનંદ સોસાયટી વાળાને પિસ્તોલ કિંમત રૂ. ૧૦ હજાર, તમંચો કિંમત રૂ. ૫ હજાર અને જીવતા કારતુસ નંગ ૧૪ કિંમત રૂ. ૧૪૦૦ મળી કુલ રૂ. ૧૬,૫૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.આ બન્ને શખ્સોની પૂછતાછ કરતા તેઓએ કેફ્યિત આપી હતી કે થોડા સમય પહેલા અર્જુનસિંહના મામા ધ્રુવરાજસિંહ ઉફ્ર્ે ટિનુભાનું ખૂન થયેલ હોય સ્વબચાવ માટે તેમજ ખૂન કરનાર જ્યારે મુદત માટે કોર્ટમાં આવે ત્યારે કોર્ટમાં તેની ઉપર ફયરિંગ કરીને બદલો લેવા માટે આ હથિયારો લીધા છે. ઉપરાંત બન્ને શખ્સોએ આ હથિયારો મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુરના જગતસિંગ સરદારજી પાસેથી ખરીદ્યા હોવાની કબૂલાત આપી છે. ઉલ્લેખનીય છે કે આરોપી દિગપાલસિંહ અગાઉ ધ્રાંગધ્રા ખાતે બે જ્ઞાતિ વચ્ચે મારામારી દરમિયાન થયેલા ચકચારીખૂનના ગુનામાં તથા પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ છે. હાલ પોલીસે આ બન્ને શખ્સો સામે આગળની કાર્યવાહી હાથ ધરી હથિયાર આપનાર એમપીના જગતસિંગ સામે પણ ગુનો નોંધી તેને ઝડપી લેવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.