પૂર્વ મુખ્યમંત્રી અને કચ્છના રાજકીય આગેવાન સુરેશ મહેતાના ધર્મપત્ની ઈન્દિરાબેનનું આજે દુઃખદ અવસાન થયું છે ૭૯ વર્ષીય ઈન્દિરાબેનને કેન્સરની બીમારી હતી અને છેલ્લા એક મહિનાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તેમને ત્રણ વર્ષ થયાં કેન્સરની બીમારી હતી છેલ્લે તેમણે બેંગ્લોરમાં ઓપરેશન કરાવ્યું હતું સ્વર્ગસ્થ ઈન્દેરાબેનની ઈચ્છા પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર માંડવી મધ્યે કરાશે આવતીકાલે શનિવારે સવારે ૮ વાગ્યે બાબાવાડી માંડવી મધ્યેથી તેમની અંતિમયાત્રા નીકળશે સદ્ગત ઈન્દિરાબેનની પ્રાર્થનાસભા સોમવારે માંડવી મધ્યે યોજાશે.