તામિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટમાં 23 લોકોના મોત
copy image

તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં રવિવારે એક ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 23 થયો છે. પોલીસના જણાવ્યા મુજબ , અકસ્માત સમયે ફેક્ટરીમાં અંદાજે 30 મજૂરો કામ કરી રહ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 19 મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે, જેમાં 16 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલા 6 લોકોને હાલ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે ફેક્ટરીના આગળના ભાગમાં જ્યાં મજૂરો દારૂગોળા સાથે કામ કરી રહ્યા હતા ત્યાં વિસ્ફોટ થયો હતો. ધડાકો એટલો ખતરનાક હતો કે, ફટાકડા ફેક્ટરીની આસપાસની ઈમારતોમાં પણ તિરાડો પડી ગઈ હતી. . તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને શોકની લાગણી સાથે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી અને તમામ જરૂરી મદદ પૂરી પાડવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. તંત્રએ આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ તેજ કરી છે અને સમગ્ર ઘટનાની દેખરેખ માટે એક વરિષ્ઠ આઈએએસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.