ડેન્ગ્યુ સામે ભારતનું રક્ષણ કવચ :ક્યૂડેન્ગા રસી
copy image

ભારતમાં દર વર્ષે, વધતાં ડેન્ગ્યૂના ખતરા વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશને ડેન્ગ્યૂની પહેલી રસી મળી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર આ પગલું માત્ર સારવાર નહીં, પરંતુ આ ખતરનાક બીમારી થતી રોકવાની દિશામાં એક મોટો બદલાવ મનાય છે. ભારત સરકારે પણ ડેન્ગ્યૂને નાથવા માટેની આ રસીને મંજૂરી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે `ક્યૂડેન્ગા’નાં નામે ઓળખાતી `ટાક-300′ રસીને ભારત સરકારે લીલી ઝંડી દેખાડી દીધી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની તજજ્ઞ સમિતિએ 4થી 60 વર્ષના લોકો માટે ઉપયોગ કરવાની અનુમતિ આપી હતી. આ રસી જાપાનની ટાકેડા ફાર્માસ્યુટિકલ્સ કંપની લિમિટેડ દ્વારા વિકસિત કરાઈ છે. આ રસીની સૌથી ખાસ વિશેષતા એ છે કે, દર્દીને ડેન્ગ્યૂ થયો છે કે નહીં, તેનાથી કોઈ ફરક નથી પડતો. અગાઉની રસીઓની એક મર્યાદા હતી. ક્યૂડેન્ગા ચારેય પ્રકારના ડેન્ગ્યૂ વાયરસ સેરોટાઈપ સામે સુરક્ષા કવચ પૂરું પાડશે.