ભુજમાં AIMIMની જનસભામાં દાદાના બુલડોઝરને લઇ રાજકારણ ગરમાયું

image-251

copy image

copy image

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે AIMIMના વડા અસરુદ્દીન ઓવૈસી ચૂંટણી પ્રચાર માટે કચ્છના ભુજ પહોંચ્યા હતા. તેમણે ભુજમાં એક જાહેર સભા સંબોધીને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.તેમજ ભુજ ખાતે આવેલ અસદઉદીનએ બુલડોઝર કાર્યવાહી પર અનેક સવાલો ઉઠાવ્યા છે.વધુમાં ઓવૈસીએ કહ્યું કે, “મુસલમાનના ઘરમાં કે મસ્જિદમાં બુલડોઝર ચાલે તો તમને શું ફાયદો થશે?” તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર પણ પ્રહાર કરતા જણાવ્યું કે, “દાદાના બુલડોઝરથી નહીં, બાબાના સંવિધાનથી દેશ ચાલશે