Breaking News Crime Gujarat મહુવા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હામાં સાતવર્ષથી નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર Kutch Care News July 21, 2019 0 ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. .એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પોલીસ સ્ટેશન વિસ્તાદરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા તથા નાસ્તા ફરતા આરોપીઓ ની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાવન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં *હેડ કોન્સ. જીવણભાઇ આહિર તથા પો.કો. નરેશભાઇ બારૈયાને* સયુંકત બાતમીરાહે હકિકત મળેલ કે, મહુવા પોલીસ સ્ટેશનના ઇ.પી.કો. ૩૬૩,૩૬૬ ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઘરમશી છગનભાઇ શિયાળ રહે. કળસાર વાળો મહુવા બસ સ્ટેશન ઉપર પાસે ઉભો છે. તેવી હકિકત મળતા મહુવા બસ સ્ટેશન પાસેથી મજકરુ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા ઘરમશીભાઇ છગનભાઇ શિયાળ ઉવ.૨૯ રહે. કળસાર તા. મહુવા જી.ભાવનગર હાલ રહેવાસી- નારણપુર ગામ તા. લાલપુર જી. જામનગર વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) (આઇ) મુજબ ઘોરણસર કાર્યવાહી કરી મહુવા પોલીસ સ્ટેશનમાં માં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે મહુવા પોલીસ સ્ટેશનમાં ફ.ગુર.ન. ૧૨/૨૦૧૩ ઇ.પી.કો.-૩૬૩,૩૬૬ મુજબનો ગુન્હો નોઘાયેલ હોય આગળની તપાસ થવા સારૂ મહુવા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે. *આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ જીવણભાઇ આહિર પો.કો. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં. Post navigation Previous: સીંગદાણાની આડમાં લઇ અવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા પકડી પડાયો.Next: ભચાઉ- ગાંધીધામ હાઈવે ઉપર આવેલ ચોપડવા ગામ પાસે અકસ્માત ગટના સ્થળે એક યુવાનનું મોત More Stories Breaking News Kutch વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોએ આરોગ્ય તપાસ, સ્ક્રીનિંગ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા Kutch Care News July 28, 2026 Breaking News Kutch કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ Kutch Care News July 28, 2026 Breaking News Kutch મુન્દ્રાની બાળકીનું અમદાવાદમાં સફળ ઓપરેશન, પરિવારના ચહેરે ફરી ખીલ્યું સ્મિત Kutch Care News July 28, 2026 Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.