ભચાઉ- ગાંધીધામ હાઈવે ઉપર આવેલ ચોપડવા ગામ પાસે ઓવર બ્રીજ ઉપર માતેલા સાંઢની માફક આવતા ક્રેનના ચાલકે મોટર સાથકલને ટક્કર મારતા બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો હતો. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારજનોમાં અરેરાટી સાથે ગમગી છવાઈ જવા પામી હતી. પોલીસ સુત્રો જણાવ્યા અનુસાર જીવલેણ એક્સીડેટનો બનાવ ગત રાત્રીના અઢી વાગ્યે ચોપડવા ઓવરબ્રિજ પાસે બનવા પામ્યો હતો, મુળ ભચાઉ તાલુકાના જંગી ગામના હાલે ભચાઉ રહેતા મહેશભાઈ શરતાણભાઈ રબારી ઉ.વ.૧૮ તથા ભચાઉના વટીયા વિસ્તારમાં રહેતા નઝીલ લતીફ મુસા ઉ.વ.૧૮ બંન્ને જણ ગાંધીધામથી ભચાઉ આવતા હતા ત્યારે ચોપડવા ઓવર બ્રીજ પાસે ધસમસતી આવતી અને ગાંધીધામ તરફ જતી ક્રેનના ચાલકે રેલીંગ તોડી રોંગ સાઈડે આવી મોટર સાઈકલ સાથે ભટકાવતા બંન્ને યુવાનો રોડ પર ફંગોળાઈ જતા મહેશને ગંભીર પ્રકારની ઈજાઓ થતા ઘટના સ્થળે મોત આંબી ગયું હતું જ્યારે નઝીલને ગંભીર પ્રકારની ઈજાઓ થતા બેભાન અવસ્થામાં ગાંધીધામની સ્ટલીંગમાં દાખલ રાથો હતો, જ્યાં તેની હાલત નાજુક બતાવાઈ છે. ભચાઉ પોલીસે જાણવા જોગ દાખલ કરી પીએસઆઈ એમ.કે. ચોધરીએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ રવિન્દ્રસિંહએ જણાવ્યું હતું.