`ટીમ સમ્રાટ’માં નિશાંતકુમાર સહિત 32 મંત્રી

copy image

copy image

સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી બન્યાના 22 દિવસ બાદ ગુરુવારે તેમની કેબિનેટનું વિસ્તરણ કરાયું હતું. નીતીશના પુત્ર નિશાંતકુમાર સહિત 32 મંત્રી `ટીમ સમ્રાટ’માં સામેલ થયા હતા.મળતી માહિતી અનુસાર નવાં મંત્રીમંડળમાં ભાજપના 15, જેડીયુના 13, એલજેપી (આર)ના બે, હમ અને આરએલએમના એક-એક મંત્રી છે. કુલ 25 મિનિટના નાનકડા કાર્યક્રમમમાં એક સાથે પાંચ-પાંચ ધારાસભ્યોએ મંત્રીપદે શપથ ગ્રહણ કર્યા હતા. પહેલીવારમાં નિશાંતકુમાર, શ્રવણકુમાર, વિજય સિંહા, લેસી સિંહ અને દિલીપ જયસ્વાલે શપથ લીધા હતા. સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.