લોડાઇમાં પાણીની મોટરના વીજ કરંટથી યુવકનું મૃત્યુ
ભુજ તાલુકાના લોડાઇ ગામે ગઇકાલે ઘરે પાણીની મોટરથી વીજ કરંટ લાગતા બાવીસ વર્ષિય યુવકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી હતી.સૂત્રો માંથી મળતી માહિતી મુજબ સાંજે છ વાગ્યાના અરસામાં લોડાઇ ગામે પોતાના ઘરે આ યુવકને પાણીની મોટરથી વીજ કરંટ લાગતા તેનો ભાઇને તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઇ આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો.