ભુજ તાલુકાના નારાણપર ની વાડીમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ખેલીની અટકાયત

copy image

copy image

ભુજ તાલુકાના નારાણપર ની વાડીમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ખેલી રોકડ રૂા. 56,760 સહિત કુલ રૂા. 3,09,260ના મુદ્દામાલ સાથે પોલીસે સકંજામાં લીધા હતા. માનકૂવા પોલીસ રાતે પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી કે, નારાણપરમાં એક શખ્સ પોતાની વાડીએ જુગારીઓને બોલાવી નાણાં ઊઘરાવી જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં તીનપત્તીનો હાર જીતનો ખેલ રમતાને રોકડા રૂા. 56,760, આઠ મોબાઈલ કિં. રૂા. 1,22,500 તથા વાહન નંગ-5 કિં. રૂા. 1,30,000 એમ કુલ રૂા. 3,09,260ના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી હતી.