રોયલ્ટી કે પાસ પરમીટ વગર બેન્ટોનાઇટ વહન કરતા ડમ્પરને પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી LCB, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, સુરજભાઇ વેગડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ તથા રાજેશભાઇ ગઢવીનાઓ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા-ફરતા વાઢ ગોણીયાસર રોડ પર જુના તાબુ વિસ્તાર, આશાપુરા માઈન્સ નાં પ્લોટો પાસે એક ટાટા કંપનીનુ ડમ્પર જેના રજી નં. GJ 12 BZ 5569 વાળુ ખનીજ ભરી આવતુ હોય તે ડમ્પરને ઉભુ રખાવી તપાસ કરતા વાહન ચાલક કાનજી દેસર સંધાર ઉ.વ.૩૫ રહે. વાઢ તા.માંડવી વાળાના કબ્જાના વાહનમાં ભરેલ બેન્ટોનાઇટ(ખનીજ) અંગે પુછપરછ કરી બેન્ટોનાઇટ ભરવા અંગેના આધાર પુરાવાની માંગણી કરતા કોઈ આધાર પુરાવા ન હોય જેથી ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ ડમ્પર ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.