રાપરમાં બિરિયાની ખાવા મુદ્દે બબાલમાં યુવાનની હત્યા

રાપરમાં  સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં અજાણ્યા આરોપીએ  છરી વડે હુમલો કરી  25 વર્ષીય યુવાનની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે .મળતી માહિતી અનુસાર  ગઇકાલે સાંજે 6.20 વાગ્યાના અરસામાં દુબરિયા વિસ્તારમાં  આ બનાવ બન્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં કહ્યું હતું કે, બિરિયાની  ખાવા મુદ્દે  થયેલી બબાલમાં હત્યાનો આ બનાવ બન્યો હતો. બોલાચાલી  દરમ્યાન ઉશ્કેરાયેલા અજાણ્યા આરોપીઓએ મૂળ ઉતરપ્રદેશ અને હાલે રાપરમાં રહેતા યુવાન પર છરી વડે હુમલો કર્યો હતો. મૃતક યુવાન બનાવ સ્થળે કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે . ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા  યુવાનને સારવાર કારગત નીવડે તે પહેલાં આંખો મીંચી લીધી હતી. હત્યાના બનાવને લઈને આગળની તપાસ હાથ ધરાઇ છે.