ભુજમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ
copy image

ભુજમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ભુજની સ્પે. અદાલતે તકસીવાન ઠેરવી 20 વર્ષની સખત કેદ તથા 55 હજારનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ કેસની ટૂંક વિગતો અનુસાર ગત તા. 9/12/24ના પ્રાગપર પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. આરોપીએ 17 વર્ષની સગીરાના મોબાઈલ નંબર મેળવી અવાર-નવાર ફોન કરી વિશ્વાસમાં લઈ, ફોસલાવી મરજી વિરુદ્ધ ત્રણ-ચાર વખત બળજબરીથી શારીરિક સંબંધ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. પી.આઈ.એ તપાસ આદરી પુરાવા સાથે ચાર્જસીટ અદાલતમાં દાખલ કરી હતી. આ કેસ ભુજની સ્પે. અદાલતમાં આવી જતા ફરિયાદ પક્ષે રજૂ થયેલા 30 દસ્તાવેજી પુરાવા અને 11 સાક્ષી તપાસાયા હતા. વિવિધ કલમોમાં જજે આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદ તેમજ કુલ રૂા. 55 હજારનો દંડ ફટકાર્યો હતો. ભોગબનનારને ચાર લાખના વળતર માટે ડી.એલ. એસ. એને ભલામણ કરવા તથા આરોપી દ્વારા દંડની રકમ ભોગ બનનારને ચૂકવવા હુકમ કર્યો છે