મુંદરા તાલુકામાં કંપનીનાં પાણીના ટાંકામાં યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image

copy image

મુંદરા તાલુકાના મોટા કાંડાગરાની ખાનગી કંપનીનાં પાણીના ટાંકામાં મૂળ બિહારના 38 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી અનુસાર. મૂળ દેઉરવા, વેસ્ટ ચંપારણ બિહારના હાલે મોટા કાંડાગરાની આદર્શ કોલોનીમાં રહેતા યુવાન બપોરના 1:30થી 2:30 વાગ્યાના સમયાંતરે કોઈ અકળ કારણે એક્વાટેક કંપનીનાં પાણીના ટાંકામાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની વિગતો મુંદરા પોલીસ મથકે જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.