ભારત-પાકિસ્તાનના 1971ના યુદ્ધની કથા પર આધારિત બોલીવૂડ હિન્દી ચલચિત્ર `ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ શૂટિંગ માટે મુખ્ય કલાકારો અજય દેવગણ, સોનાક્ષી સિંહા સહિતના કલાકારોનું આજે કાઠડા ખાતે આગમન થયું હતું માંડવી તાલુકાના કાઠડા રસ્તે આવેલી એરસ્ટ્રીપ ખાતે દેશભક્તિ ફિલ્મ ‘ ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનું શૂટિંગ થશે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેના માટે હાલમાં 60થી 70 વ્યકિતઓનો કાફલો વ્યસ્ત બન્યો છે પાકિસ્તાન ભારત વચ્ચે 1971-72ના યુદ્ધમાં માધાપરની વિરાંગનાઓનો ઇતિહાસ દર્શાવતી આ ફિલ્મના હીરો અજય દેવગણ, સોનાક્ષી સિંહા સહિત બોલીવુડના કલાકારો કાઠડા ગામે શૂટિંગ માટે આવ્યા છે 15થી 20 દિવસ સુધી ચાલનારા આ શૂટિંગમાં અન્ય સ્ટાર કલાકારો પણ જોડાશે હાલમાં આ ફિલ્મના’ શૂટિંગ માટે વિમાન અને કિલ્લાનો સેટ તૈયાર કરવા રાત-દિવસ મોટો કાફલો કામે લાગ્યો છે ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા” ફિલ્મના શૂટીંગ માટે બોલિવુડ સ્ટાર અજય દેવગણ અને સોનાક્ષી સિહા આજે માંડવીના કાઠડા ગામે ફિલ્મના સેટ પર આવી પહોંચ્યા છે. 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે ખેલાયેલાં યુધ્ધમાં ભુજ એરબેઝનો તૂટેલો રનવે માત્ર 72 કલાકમાં રીપેર કરનારી માધાપરની 300 વીરાંગનાઓની સાહસકથા પર આ ફિલ્મ આધારીત છે.