દામનગર પોલીસ સ્ટેશન ના નારાયણનગર વિસ્તારમાથી ચોરાઉ મો.સા.સાથે એક ઇસમને પકડી પાડતી દામનગર પોલીસ ટીમ

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ દામનગર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ ડી.જી.પટેલ તથા પોલીસ સ્ટાફ ના માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા હતા તે બાતમીરાહે હકીકત મળેલ કે કોઇ એક ઇસમ હોન્ડા સાઇન મો.સા. સાથે દામનગર તરફ આવતો હોય અને તેની પાસે રહેલ મો.સા. શંકાસ્પદ હોવાની માહીતી મળતા તુર્તજ અમો સ્ટાફ સાથે નારાયણનગર ગામથી દામનગર જવાના રોડ ઉપર આવી વોંચમા રહેતા એક ઇસમ સદરહું હકીકત વાળું મો.સા.લઇ નિકળતા મજકુરને ઉભો રખાવી પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી નજીક માથી બે રાહદારી પંચોને બોલાવી પંચો રૂબરૂ મજકુરનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ વિજયભાઇ જીલુભાઇ વાધેલા ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.ગારીયાધાર મફતપરા વિસ્તાર નવાગામ રોડ મુળ રહે.મોરબા તા.ગારીયાધાર વાળો હોવાનું જણાવતો હોય અને મજકુર ના હવાલામા રહેલ મો.સા.બાબતે પુછતા સદરહું મો.સા. સુરત વલથાણ ના વિસ્તારમાથી આજ થી આશરે એકાદ મહીના પહેલા પોતાના મિત્ર બહાદુરભાઇ રામાભાઇ સાઢમીયા રહે.લાલકા તા.બાબરા હાલ રહે.સુરત સલથાણા ચાર રસ્તા વાળાએ ચોરી કરી પોતાને આપેલ હોવાનું જણાવતો હોય જેથી સુરત ગ્રામ્ય કામરેજ પો.સ્ટે.મા તપાસ કરતા સુરત ગ્રામ્ય કામરેજ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૪૦/૧૯ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરી થયેલ હોન્ડા સાઇન મો.સા.નં.GJ 05 SE 6890 જે બ્લેક કલરની જેના એન્જીન નંબર JC65E72149949 તથા ચેસીસ નં.ME4JC6SAEJ7097052 જેની આશરે કિ.રૂ. ૩૫૦૦૦/-મતાની કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી ગુન્હો કરેલ હોવાની ખાત્રી કરી સદરહું મો.સા.ના આગળ પાછળ નંબર જોતા હોન્ડા સાઇન મો.સા.નં.GJ 05 SE 6890 જે બ્લેક કલરની જેના એન્જીન નંબર JC65E72149949 તથા ચેસીસ નં.ME4JC6SAEJ7097052 નું હોય જેથી મો.સા.હોન્ડા સાઇન સાથે મળી આવતા CRPC ક.૪૧(૧)આઇ કરી અટક કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *