માધાપરમાં 16 વર્ષીય કિશોરીએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુકવ્યું
copy image

ગઈકાલે માધાપરમાં 16 વર્ષીય કિશોરીએ ગળેફાંસો ખાઈ પોતાનો જીવન ટુકવ્યું હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ, માધાપરના નવાવાસના સોનીવાડીમાં રહેતી 16 વર્ષીય સગીરાએ ગઈકાલે પોતાનાં ઘરે બેડરૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિલમાં ખસેડાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. પિતાએ માધાપર પોલીસ મથકે વિગતો જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ આદરી છે.