અંજાર શેખટીંબા વિસ્તારમાંથી  2.50 લાખની કિંમતનો માદક પદાર્થના જથ્થા સાથે એકની ધરપકડ

copy image

copy image

અંજાર પોલીસે નો ડગ્સ ઝુંબેશ હેઠળ શેખટીંબા વિસ્તારમાંથી  2.50 લાખની કિંમતનો માદક પદાર્થના જથ્થા સાથે એકની ધરપકડ શહેરના ગરાસિયા ફળિયા વિસ્તારમાં આરોપી  પોતાના કબજાના મકાનમાં વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો રાખી  વેચાણ કરતા  હોવાની બાતમીના  આધારે પોલીસે રેડ પડતાં માદક પદાર્થ ગાંજાનો  પાંચ કિલાનો મુદામાલ  મળી આવ્યો હતો, જેની કિંમત રૂા. 2.50 લાખ આંકવામાં આવી હતી. આ કાર્યવાહીમાં આરોપીની  ધરપકડ થઈ હતી. પકડાયેલા આરોપીની  યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ દરમ્યાન  માદક પદાર્થનો જથ્થો આરોપી વેચાણ  કરવા માટે લાવ્યો  હોવાની કેફિયત આપી હતી. બંને આરોપીએ ગ્રાહકોને છૂટકમાં  માદક પદાર્થ વેચાણ કરવા લાગ્યા હોવાનું પોલીસે ઉમેર્યું હતું. આ ગુનામાં અન્ય કોઈ  આરોપી સામેલ છે કે કેમ સહિતની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી નાસતા-ફરતા આરોપી રિયાઝને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.