યુએઇના રાષ્ટ્રપતિને મોદી દ્વારા કચ્છી રોગાન કલાકૃતિની ભેટ
copy image

યુએઇની રાજદ્વારી મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યુએઇના રાષ્ટ્રપતિને વિશ્વ વિખ્યાત કચ્છી રોગાન કલાની ટ્રી ઓફ લાઇફનો માસ્ટર પીસ ભેટમાં આપ્યો હતો. મળતી માહિતી અનુસાર નિરોણાના પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી પરિવાર દ્વારા નિર્મિત 400 વર્ષ જૂના વારસાનું ગૌરવભેર પ્રતિનિધિત્વ અવારનવારા વિદેશોમાં થતું રહ્યું છે. છેલ્લા થોડાક દાયકાથી વિશ્વભરમાં જાણીતી બનેલી રોગાન કલાના આકર્ષક નમૂનાઓ નિહાળવા દરવર્ષે શીત મોસમમાં વિદેશી પર્યટકો હજારોની સંખ્યામાં મુલાકાત લે છે તાજેતરમાં તેમણે કરેલી યુએઇની મુલાકાતમાં યુએઇના રાષ્ટ્રપતિ મોહંમદ બિનઝાયેદ અલ નાધ્યાનને વારસો રજૂ કરતી રોગાન કૃતિ અપાયાનો નિરોણાના ખત્રી પરિવારે રાજીપો વ્યકત કર્યો હતો.