ભારત-બાંગલાદેશના સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવા ચર્ચા

copy image

copy image

તાજેતરમાં બાંગલાદેશ ખાતે નિયુક્ત થયેલા ભારતીય હાઈકમિશનર દિનેશભાઈ ત્રિવેદીએ ભારત-બાંગલાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિ અને સંવેદનશીલતા વચ્ચે સરહદ સુરક્ષા અને પારસ્પરિક લશ્કરી સહયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવા ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે મુલાકાત યોજી હતી.પ્રાથમિક વિગતો મુજબ  ચીન અને પાકિસ્તાનની હરકતોની સમાંતરે ગત બાંગલા સરકારે પારસ્પરિક સંબંધોમાં ખટાશ પેદા કર્યા પછી બાંગલાદેશમાં ચૂંટાઈને બદલાયેલી વડાપ્રધાન તારીક રહેમાનના વડપણ હેઠળની સરકાર સાથે હૂંફાળા સંબંધો પુન: સ્થાપિત કરવા પારસ્પિરક હિતમાં મનાય છે. પૂર્વ રેલવેમંત્રી દિનેશભાઈ ત્રિવેદીને એ દિશામાં ઢાકા ખાતે ભારતીય હાઈકમિશનર તરીકે નિયુક્તિ અપાઈ હોવાનું માધ્યમોએ આકલન કરેલું છે. શ્રી ત્રિવેદી જૂનના આરંભે નવી જવાબદારીનો કાર્યભાર સંભાળે તેવી સંભાવના છે. ભારતીય લશ્કરના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે દિનેશભાઈ ત્રિવેદીની મુલાકાત- ચર્ચાને રાજદ્વારી સૂત્રોએ પુષ્ટિ આપતાં જણાવ્યું હતું કે, ઢાકામાં તેમની નવી રાજકીય જવાબદારી પહેલાં યોજાયેલી મુલાકાત બન્ને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવા, સરહદ સુરક્ષા અને લશ્કરથી લશ્કરી જોડાણ વધારવા પર કેન્દ્રિત હતી. આ બેઠક એવા સમયે યોજાઈ હતી, જ્યારે ભારત અને બાંગલાદેશ દક્ષિણ એશિયામાં પ્રાદેશિક સુરક્ષા, સરહદ વ્યવસ્થાપન અને વ્યૂહાત્મક સહયોગ પર નજીકથી કામ કરી રહ્યા છે. બાંગલાદેશના ગૃહમંત્રી સલાહુદીન અહમદે જણાવ્યું હતું કે, નાગરિકતા સુધારો કાયદો અને આસામ રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એન.આર.સી)એ ભારતની કાનૂની અને વહીવટી બાબત છે એ માટે ટિપ્પણી કરવાનો કોઈ અવકાશ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરહદ પર ગેરકાયદેસર ઘૂષણખોરી અથવા દબાણ અટકાવવા માટે બોર્ડર ગોર્ડ બાંગલાદેશ ઉચ્ચ ચેતવણી પર છે.