ચીને બતાવી 6જીની તાકાત
copy image

ચીનના વૈજ્ઞાનિકોએ 6જી કોમ્યુનિકેશન ટેક્નોલોજીની દિશામાં એક મોટી સફળતા મેળવી હોવાનો દાવો કર્યો છે. શોધકર્તાઓએ એક એવું લેઝર પાવર્ડ ફોટોનિક એન્જીન વિકસિત કર્યું છે જે સફેદ રોશનીની મદદથી લાંબી દૂરી સુધી ડેટા ટ્રાન્સફર કરી શકે છે. વૈજ્ઞાનિકો અનુસાર આ નવી ટેક્નોલોજી ભવિષ્યના એઆઈ આધારીત 6જી નેટવર્કને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સિસ્ટમ ખાસ રીતના સિરેમિક મટિરિયલથી બનાવવામાં આવી છે. જેને સરળતાથી મોટાપાયે તૈયાર કરી શકાય છે. આ જ કારણે ભવિષ્યમાં વધુ ઉપયોગની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. શોધકર્તા અનુસાર આ શોધ 6જી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. નવી સિસ્ટમ લેઝરની મદદથી હાઈ ક્વોલિટી સફેદ રોશની પેદા કરે છે. જેના મારફતે ડેટા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ એન્જીન મુખ્ય રૂપથી યલો લાઈટ રીઝન એટલે કે 500થી 650 નેનોમીટર વચ્ચે રોશની ઉત્સર્જીત કરે છે. જો કે તેમાં રેડ કંપોનેન્ટસની કમી છે. જેના કારણે અત્યારે સૂરજ જેવી પ્રાકૃતિક રોશની જેવી રંગ ગુણવત્તા આપવામાં સક્ષમ નથી.