ભુજના માં “PGVCL” ના થાંભલા અને નગરપાલિકાની કચરા પેટીએ એક ગાયનો ભોગ લોધો


ભુજના જુના સ્વામિનારાયણ મંદિર પ્રસાદી મંદિર પાસે આવેલ કચરા પેટી અને PGVCL ના થાંભલાએ એક ગાયનો ભોગ લઇ લીધો. રહેવાસીઓને કહેવા પ્રમાણે ગાયને શોર્ટ લાગવાથી મૃત્યું થયું છે પરંતુ PGVCL ના અધિકારીઓ સ્થળ પર આવી તાપસ કરતા આ ગાયનું કચરા પેટીમાં મોઢું ફસાઈ જવાથી મૃત્યુ થયું છે. તો ભુજની જનતાને અપીલ છે કે ભીનો અને સુંકો કચરો વ્યવસ્થિત જગ્યાએ નાખે જેથી કરીને ગાય માતાના પેટમાં આ કચરો જાય નહીં અને તેમનું જીવન બચી શકે. વધુમાં નગરપાલિકાના કર્મચારીઓ કચરા પેટી વ્યવસ્થિત જગ્યાએ રાખે જેથી કરીને ગાય અગર કચરો કે એઠવાળ ખાવા જય તો તેનો મોં કચરાના ડબ્બામાં ફસાય નહીં તેની કાળજી લેવી જરૂરી છે. ગાયમાંતાના મૃત્યુથી ત્યાંના રહેસીઓમાં દૂ:ખની લાંગની ફેલાઈ છે.

