રાપરમાં પતા ટીચતા પાંચ શખ્સ પોલીસના સકંજામાં
copy image

રાપરના દૂધ ડેરી વિસ્તારમાં જાહેરમાં હાર જીતની બાઝી મારતા પાંચ શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 10,800 કબજે કર્યા હતા. મળતી માહિતી અનુસાર રાપરના દૂધ ડેરી વિસ્તારમાં ત્રંબૌ જતા રસ્તા પાસે ગતરાત્રે અમુક શખ્સો હાર જીતની રમત રમી રહ્યા હતા. તેવામાં પોલીસ ત્રાટકી હતી અને અહીંથી પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,800 જપ્ત કરાયા હતા.