ભચાઉના મહિલા સાથે શરીર સંબંધ બાંધી 1.70 લાખ પડાવી લેતાં ફરિયાદ

copy image

copy image

ભચાઉના ચોપડવામાં આવેલી એક કંપનીમાં મહિલાના ફોટા વાયરલ  કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધી રૂા.1,70,000ના દાગીના, રૂપિયા પડાવી લેતાં  શખ્સ સામે ગુનો નોંધાયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચોપડવાની એક  કંપનીની વસાહતમાં રહેનાર 46 વર્ષીય મહિલા  આ બનાવનો  ભોગ બન્યા  હતા.મૂળ પશ્ચિમ  બંગાળના  શખ્સે  મહિલાને  ફોટા વાયરલ કરી દેવાની ધમકી  આપી  બળજબરીપૂર્વક  શરીર સંબંધ બાંધ્યો  હતો અને બાદમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા એમ  કુલ રૂા. 1,70,000  બળજબરી પૂર્વક કઢાવી લઇ મહિલાને માર માર્યો  હતો. આ મહિલા દિનાજપુર, ગંગારામપુર-પશ્ચિમ બંગાળ જઇ  ત્યાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાઇ હતી, જેના  આધારે ભચાઉ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ  હાથ ધરી  છે.