માતાનામઢ ખાતે ઈદ ઉલ અઝહાની નમાજ અદા કરવામાં આવી

image-311

લખપત તાલુકાના માતાનામઢ ગામે ઈદ ઉલ અઝહાની પવિત્ર નમાજ સવારે 8:45 કલાકે અદા કરવામાં આવી હતી. નમાજ મોલાના હાજી ઉમર કેર સાહેબ દ્વારા અદા કરાવવામાં આવી હતી. નમાજ બાદ ઈદ ઉલ અઝહાના મહત્વ અંગે સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મોલાનાએ પોતાના સંબોધનમાં ભાઈચારો, અમન-શાંતિ, એકતા અને સમાજમાં સદભાવના જળવાઈ રહે તે માટે ખાસ સલાહ અને સૂચનો પાઠવ્યા હતા. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી દેશ અને સમાજ માટે દુઆઓ માંગી હતી.