“માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ મોટર સાયકલ ચોરીનો ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ/વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવુત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓને નેત્રમ સી.સી.ટી.વી. પ્રોજેક્ટ અંતર્ગત તેમજ હ્યુમન સોર્સીસ આધારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સંજયનગરી કામરૂદેશ પાસે આવેલ ચાની હોટલ પાસે એક ઇસમ હાજર છે અને તેના કબ્જામાં રહેલ મોટર સાયકલ તેને ચોરી કે છળકપટથી મળેવેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા વિજય ઉર્ફે વિજીયો રમેશગીરી ગોસ્વામી ઉ.વ.૨૬ રહે.સંજયનગરી, ગ્રાન્ટ થ્રીડી હોટલ પાસે, કામરુદેશ, ભુજવાળો મળી આવેલ જેથી મજકુર ઇસમ પાસે તેના કબ્જાની મોટર સાયકલ માલીકી બાબતે પુછપરછ કરતા આધાર પુરાવા ન હોય અને મોટર સાયકલ આશરે ત્રણેક દિવસ પહેલા રાત્રીના સમયે એક કોમ્પલેક્ષની પાસે જુનાવાસ, માધાપર ખાતેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ જે બાબતે માધાપર પોલીસ સ્ટેશનમાં ખરાઇ કરતાં નીચે મુજબનો ગુન્હો દાખલ થયેલ હોવાની હકિકત જણાઇ આવેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મોટર સાયકલ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
- કબ્જે કરેલ મુદામાલ
હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. GJ-12-AL-5189 કિં.રૂ. 15,000/-
શોધી કાઢેલ ગુનો
માધાપર પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.ન.૦૩૫૨/૨૦૨૬ બી.એન.એસ.ની ક.૩૦૩ (૨) મુજબ