આધાર પુરાવા વગરના પિતળના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઇ રબારી તથા મહેશભાઇ ચૌહાણનાઓ મુંદરા તાલુકા વિસ્તારમાં આધુનીક કીટ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા ભુજપુર ગામે આલ્ફા ફર્નિચર મોલ પાસે આવતા રોડ પર એક ઈસમ હાથમાં પ્લાસ્ટિકનો થેલો લઈ ઉભેલ જોવામાં આવેલ જે મજકુર ઇસમનુ નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ આશિષકુમાર ગજરાજ યાદવ ઉ.વ.૩૪ રહે.ગામ.તારાપુર તા.ઔરાઈ જી.ભદોઈ રાજ્ય.ઉતરપ્રદેશ હાલે રહે.મોટી ભુજપુર જાવેદ કુંભાર ના વાડા પર તા.મુંદરા-કચ્છવાળો હોવાનું જણાવેલ જેની પાસે રહેલ પ્લાસ્ટિકનો થેલો ચેક કરતા તેની અંદર પિતળની નાની નાની રીંગો જોવામાં આવેલ જે બાબતે મજકુર ઈસમ પાસે આધાર પુરાવાની માંગણી કરતા કોઇપણ આધાર પુરાવા ન હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
- કબ્જે કરેલ મુદ્દામાલ
- પિતળની રીંગોનો વજન ૨૨.૫૦૦ કિલોગ્રામ કિં.રૂ.૧૧૨૫૦/-
- પકડાયેલ ઇસમ
આશિષકુમાર ગજરાજ યાદવ ઉ.વ.૩૪ રહે.ગામ.તારાપુર તા.ઔરાઈ જી.ભદોઈ રાજ્ય.ઉતરપ્રદેશ હાલે રહે.મોટી ભુજપુર જાવેદ કુંભાર ના વાડા પર તા.મુંદરા-કચ્છ