ભુજમાં શખ્સે ઘરમાં અપપ્રવેશ કરી યુવતી ઉપર અવારનવાર આચર્યું દુષ્કર્મ

rap

copy image

copy image

ભુજમાં શખ્સે ઘરમાં અપપ્રવેશ કરી યુવતી ઉપર અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટે. નોંધાઈ છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી  વિગતો અનુસાર આ બનાવ ગત તા. 23ના સાંજથી રાત્રિના સમયાંતરે બન્યો હતો. આરોપીએ ફરિયાદી યુવતીનાં  ઘરમાં ઘૂસી મોબાઈલ તોડી નાખ્યો હતો. આરોપીએ ઝપાઝપી કરતાં તેણીને માથાંના ભાગે ઈજા પણ પહોંચી હતી. શખ્સે મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.