અબડાસા તાલુકાના વાયોરમાં આધેડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image

copy image

અબડાસા તાલુકાના વાયોરમાં આધેડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી  લીધું હતું . પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ અકસ્માત મોતનો આ બનાવ વિકાસપુરમ કોલોનીમાં ગત સાંજના પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. અલ્ટ્રાટેક કંપનીમાં સુરક્ષાકર્મી તરીકે નોકરી કરતા હતભાગી આધેડ નાઈટ ડયૂટી પૂરી કરીને ઘરે હતા. આ દરમ્યાન તેમણે અકળ કારણોસર જીવાદોરી ટૂંકાવી લીધી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ  હાથ ધરી છે.