આજરોજ ભુજ નગરપાલિકા દ્વારા વીર સાવરકરજીની પ્રતિમાને તેમની જન્મજયંતિ નિમિતે હારારોપણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.”

copy image

આજરોજ ભુજ નગરપાલિકા દ્વારા વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકરજી) જે ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા. સિંહપુરુષ વીર વિનાયક સાવરકરજી જે રાષ્ટ્રવાદના ભીષ્મપિતામહ હતા તેમની જન્મજયંતિ હોતા તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં હતી.

આ અંગે વિગત આપતા ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહે જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમનું યોગદાન છે એવા વીર સાવરકરજીની જન્મજયંતિના દિવસે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કરતાં હર્ષની લાગણી અનુભવું છું. આવનારી પેઢી વીર સાવરકરજીની આ પ્રતિમાને જોઈને તેમના જીવનચરિત્ર વાંચવા પ્રેરાય અને આપણને આઝાદી કેટલી મહામૂલી છે તેનું મૂલ્ય સમજાય.

ઉપરોક્ત પ્રસંગે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, ભુજ નગરપાલિકાના દંડક રૂપલબેન ચાવડા, ભુજ નગરપાલિકાના નગરસેવકો રાજેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રેશભાઈ રબારી, હિરેનભાઈ ઠક્કર, મનીષાબેન સોલંકી, પૂર્વ નગરસેવક ધીરેનભાઈ લાલન, ભુજ શહેર ભાજપ યુવા મોરચાના મહામંત્રી ચિરાગભાઈ જોષી તથા મોરચાના હોદ્દેદારો તેમજ શહેર સંગઠનના હોદેદારોએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી.