ગાંધીધામમાં આજ રોજ પ્રખ્યાત એવી સ્ટર્લીંગ હોસ્પિટલમાં એક દર્દીને હોસ્પીટલના રીપોર્ટને લઈને અસંતોષ થતા આંશિક હોબાળો થયો હોવાની વાત સામે આવી હતી.આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આહીર વસ્તાભાઈ જે નામના વ્યકિત સ્ટલિર્ગ હોસ્પીટલ ગાંધીધામ ખાતે તા. ૨૩મી જુલાઈના રોજ છાતીના દુખાવા બાબતે બતાવવા નામ નોધાવ્યુ હતુ જે રીપોર્ટની સાથે અન્ય પેથોલોજીસ્ટ રાબેતામુબજના રીપોર્ટ કરાવવાનુ જણાવાયુ હતુ. જે બાદ ડો. અંકુર અગ્રવાલ દ્વારા કરાયેલ કન્સલટીગમાં તેઓને એનટી એચઆઈવી પોઝિટીવ આવ્યુ હોવાનુ જણાવવામા આવ્યુ હતુ. અને કવારેન્ટીટીવ પીસીઆર એચઆઈવી વાયરલને માટે ફરજીયાત કરવવાનું જણાવવામાં આવ્યુ હતુ. એકચોટ તો છાતીના દુખાવાનું બતાવવા આવેલા દર્દીને એચઆઈવી પોજીટીવ રીપોર્ટ દર્શાવવામાં આવતા તેના તો મોતીયાજ મરી જવા પામ્યા હતા પરંતુ તે બાદ તેઓએ ધીરજ અને હિમંત રાખીને અન્યત્ર એચઅઆઈવીનો રીપોર્ટ કરાવતા તેઓને એચઆઈવી નેગેટવી આવ્યો હોવાથી હાશકારો અનુભવવાની સાથે જ ગાંધીધામ સ્ટલીંગ હોસ્પિટલના સત્તાધીશો અને કર્મચારીઓ સામે સહજ રીતે જ રોષ ભુભકયો હતો. અને આજ રોજ સામાજીક આગેવાનો સાથે હોસ્પિટલમાં ધસી ગયા હતા અને બળાપો ઠાલવ્યો હતો