માંડવી તાલુકાના બિદડા ગામે વાડીમાં એલસીબીએ છાપો મારી ૩.૩૬ લાખનો વિદેશી શરાબ ઝડપી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન આરોપી હાજર મળ્યો ન હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રેન્જ આઈજીપી ડી.બી. વાઘેલા તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક બી.એમ. દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.બી, ઔસુરાની સુચનાથી એલસીબી સ્ટાફે માંડવી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મળેલી પૂર્વ બાતમીના આધારે બિદડા ગામે વાડીમાં રહેતા મૂળ ભાવનગરના કિરીટસિંહ ઉર્ફે ધર્મેન્દ્રસિંહ ગોહિલની વાડીમાં છાપો મારી ભારતીય બનાવટની વિદેશી શરાબની પેટીઓ નંગ ૮૦ બોટલો નંગ ૯૧૦ કિ.ર્ર. ૩.૩૬ લાખનો જથ્થો પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્થાન આરોપી હાજર ન હતો. રેઈડ દરમ્યાન આરોપી હાજર ન મળતાં માંડવી પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ એલસીબીના હેડ કોન્સ. વિજયભાઈ ધાંધરે હાથ ધરી હતી. દારૂનો જથ્થો કયાંથી મેળવેલ અને ડિલિવરી કોને આપવાની હતી, કેટલા ટાઈમથી વેપલો કરતો હતો તેની સાથે કોણ કોણ સામેલ છે, તેનો આરોપી પકડાથેથી તેની પુછતાછમાં સપાટી ઉપર આવી શકે તેમ છે.