રાપરમાં ભેંસો ચરાવવા ગયેલા 62 વર્ષીય વૃદ્ધનું ટાંકામાં ડૂબી જતાં મોત

image-337

copy image

copy image

રાપરના સીમ વિસ્તારમાં ભેંસો ચરાવવા ગયેલા વૃદ્ધનું પાણીના ટાંકામાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. આ ઘટના પ્રાપ્ત થતી માહિતી મુજબ રાપરના 62 વર્ષીય વૃદ્ધ ગત સવારે ભેંસો ચરાવવા સીમ વિસ્તારમાં ગયા હતા. તે સમય દરમ્યાન બદનશીબે પાણીના ટાંકામાં ડૂબી ગયા હતા. ત્યાર બાદ ભેંસોના માલિક તેમને શોધવા નીકળ્યા હતા. ત્યાં વાડીના ટાંકામાં ડૂબેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.