‘તું પાગલ થઈ ગયો છે’ ! હું ના હોત તો તુ જેલમાં હોત..નેતન્યાહુ પર ભડક્યા ટ્રમ્પ
copy image

મધ્ય-પૂર્વમાં નવેસરથી વધેલા તનાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુને ફોન કરીને ફટકાર લગાવી હોવાના અહેવાલ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ દક્ષિણ બૈરૂતમાં હિઝબુલ્લાહનાં સ્થળો પર ઈઝરાયલી હુમલા રોકવા માટે કરેલા ફોન દરમ્યાન ટ્રમ્પે નેતન્યાહુને જણાવ્યું હતું કે, તમારે લીધે ઈઝરાયલને આખી દુનિયામાં સાંભળવું પડે છે. તમે પાગલ થઈ ગયા છો અને મારે કારણે જ જેલવાસથી બચી ગયા છો. વાતચીત બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે, મારી સમજાવટ બાદ નેતન્યાહુ લેબેનોનમાં હુમલા અટકાવવા માટે સંમત થયા છે. તમારો આભાર નેતન્યાહુ. એક અમેરિકી ન્યૂઝ વેબસાઈટના અહેવાલ અનુસાર ટ્રમ્પે નેતન્યાહુને કહ્યું હતું કે, તમે સાવ ગાંડા થઈ ગયા છો. હું ન હોત તો તમે અત્યારે જેલમાં હોત. હું તમને બચાવી રહ્યો છું. અત્યારે બધા તમારાથી નફરત કરે છે અને લોકો ઈઝરાયલથી નારાજ છે.