“કોકરોચ જનતા પાર્ટી”નું દિલ્હીમાં આંદોલન: 6 જૂને જંતર મંતર પર વિરોધની તૈયારી

દિલ્હી પોલીસની મંજૂરી હજુ બાકી, પ્રવક્તાનો દાવો- સવારે મંજૂરી મળી જશે
ચર્ચામાં રહેલી “કોકરોચ જનતા પાર્ટી” દ્વારા 6 જૂને દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શનની તૈયારી કરવામાં આવી રહી છે. પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થવાની શક્યતા છે.
જોકે આશ્ચર્યની વાત એ છે કે પાર્ટીએ હજુ સુધી દિલ્હી પોલીસ પાસેથી વિરોધ પ્રદર્શન માટેની મંજૂરી લીધી નથી. આ અંગે પૂછતાં પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું કે સવારે સુધીમાં જરૂરી મંજૂરી મેળવી લેવામાં આવશે.
પાર્ટીના અનોખા નામ અને પ્રતીકને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા જામી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ મંજૂરી આપે છે કે કેમ અને પ્રદર્શન કેટલું સફળ રહે છે.