ભુજના દેશલપર વાંઢાય પાસે ગમખ્વાર અકસ્માત: બસ-બાઈક ટક્કરમાં એકનું મોત

acc

copy image

copy image

ભુજના દેશલપર વાંઢાય નજીક એસટી બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.

અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માત દેશલપર ત્રણ રસ્તા નજીક બન્યો હતો.

સ્થાનિક લોકોની ફરિયાદ છે કે નલિયા-નખત્રાણા-દેશલપર ત્રિભેટા માર્ગ પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. વાહનોની વધુ પડતી ઝડપના કારણે અહીં જીવલેણ ઘટનાઓ બને છે.

ગ્રામજનોએ તંત્ર સમક્ષ ત્રિભેટા માર્ગ પર તાત્કાલિક સ્પીડ બ્રેકર મુકવાની માંગ કરી છે. જો ઝડપ પર અંકુશ નહીં આવે તો વધુ જાનહાનિની ભીતિ વ્યક્ત કરાઈ છે.