આરટીઓ ભુજ દ્વારા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના સી.પી.આઈ. કરાવવા બાબતે કેમ્પનું આયોજન

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજ દ્વારા જૂન-૨૦૨૬ માસના નોન ટ્રાન્સપોર્ટ વાહનોના સી.પી.આઈ. કરાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૧૮ જૂનના રોજ નલિયા ખાતે સવારે ૧૦:૩૦ થી બપોરે ૧૨:૦૦ કલાક સુધી, દયાપર ખાતે બપોરે ૦૧:૦૦ થી ૦૨:૦૦ કલાકે અને નખત્રાણા ખાતે બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૪:૩૦ કલાકે કેમ્પ યોજાશે.

આ કેમ્પમાં સ્થળ પર જ નોન ટ્રાન્સપોર્ટ વાહનોની સી.પી.આઈ. ની કામગીરી કરી આપવામાં આવશે. તેમજ ભુજ કચેરીમાં પણ આ કામગીરી કરી આપવામાં આવશે તેવું ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.