ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટની તૈયારી : આરબીઆઈ
AI GENERATED IMAGE

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં ભારતીય ચલણી નોટોની નવી ડિઝાઈનની તસવીરો વાયરલ થયેલ છે અને તેમાં કોઈ તથ્ય ન હોવાનું તો સ્પષ્ટ થઈ ગયું છે પણ ભારતીય રિઝર્વ બેન્કેસત્તાવાર રીતે દેશમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિક નોટ શરૂ કરવાની તૈયારી ચાલતી હોવાનું જણાવ્યું છે. આરબીઆઈનાં ગવર્નર સંજય મલ્હોત્રાએ આની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, પોલિમર નોટનો પ્રસ્તાવ હજી પ્રાથમિક તબક્કામાં છે અને તેનાં ઉપર આગળની વિચારણા ચાલી રહી છે. જો આ પ્રસ્તાવનો અમલ થશે તો દેશમાં પ્લાસ્ટિક કરન્સી ચલણમાં આવી જશે. પ્રાપ્ત થતાં અહેવાલો અનુસાર આનાં માટે એક પાયલટ એટલે કે પ્રાયોગિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી શકે છે. જેમાં શરૂઆતમાં 10 અને 20 રૂપિયાની નોટોથી શરૂઆત કરવામાં આવી શકે છે.