યુદ્ધથી સર્જાયેલાં ઈંધણ, ઊર્જા સંકટ વચ્ચે નિયમો કડક  

copy image

copy image

હવે જરા પણ નહીં ચાલે.યુદ્ધથી સર્જાયેલાં ઈંધણ, ઊર્જા સંકટ વચ્ચે નિયમો કડક કરાયા છે. પીએનજી જોડાણ લીધું હોય તેના વધુમાં વધુ 30 દિવસમાં એલપીજી જોડાણ પાછું આપી દેવું પડશે. મળતી માહિતી મુજબ સરકારના કડક નિયમોને ભારત, એચપી તેમજ ઈન્ડેન દ્વારા લાગુ કરી દેવાયા અને એલપીજી જોડાણ જમા કરાવી દેનાર વ્યક્તિને એક એલપીજી વાઉચર મળશે. નવા નિયમ હેઠળ કોઈ વ્યક્તિને બીજા વિસ્તારમાં રહેવા જવું પડે અને ત્યાં પીએનજી જોડાણ નહીં હોય તો માત્ર આ વાઉચરના આધાર પર તરત એલપીજી જોડાણ મળી જશે. આમ, હવેથી એક સરનામા પર પીએનજી ને એલપીજી બંને જોડાણ એક સાથે મેળવી શકાશે નહીં. અત્યારે ગામડાંમાં 45 દિવસ અને શહેરોમાં 25 દિવસ બાદ જ નવા સિલિન્ડરનું બુકિંગ કરાવી શકાય છે. યુદ્ધથી સર્જાયેલાં ઈંધણ, ઊર્જા સંકટ વચ્ચે નિયમો કડક કરાયા છે.