“કચ્છને મળી આકાશી પાંખો!” : મુંદ્રા એરપોર્ટથી મુંબઈ, દિલ્હી, ગોવા અને સુરત માટે સીધી ઉડાન, ભાડું માત્ર 2,999થી શરૂ

copy image

copy image

કચ્છવાસીઓ માટે પરિવહન ક્ષેત્રે સૌથી મોટા ખુશખબર આવ્યા છે. સ્ટાર એર આગામી 16 જૂનથી મુંદ્રા એરપોર્ટ પરથી ચાર મોટા શહેરો માટે સીધી હવાઈ સેવાઓ શરૂ કરવા જઈ રહી છે. આ સાથે કચ્છની હવાઈ કનેક્ટિવિટીમાં ઐતિહાસિક વધારો થશે.

નવા શેડ્યૂલ મુજબ મુંદ્રા-મુંબઈ રૂટ પર અઠવાડિયામાં 5 દિવસ ફ્લાઈટ દોડશે, જેનું પ્રારંભિક ભાડું માત્ર 4,499 રૂપિયા છે. જ્યારે હિન્ડન એટલે કે દિલ્હી-NCR માટે અઠવાડિયામાં 3 દિવસ અને પ્રવાસીઓના ફેવરિટ ગોવા માટે 6 દિવસ ડાયરેક્ટ ફ્લાઈટ મળશે, જેનું શરૂઆતનું ભાડું 5,099 રૂપિયા નક્કી કરાયું છે.

આ ઉપરાંત ડાયમંડ સિટી સુરત માટે પણ અઠવાડિયામાં 5 દિવસ ફ્લાઈટ ઓપરેટ થશે, જેનું ભાડું સૌથી સસ્તું એટલે કે માત્ર 2,999 રૂપિયાથી શરૂ થાય છે. કચ્છના બિઝનેસ અને પ્રવાસનને આ નિર્ણયથી મોટો વેગ મળશે. મુસાફરો માટે તમામ રૂટની ટિકિટોનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવાયું છે.